વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના દુબળ ગામના સરપંચ મહેન્દ્ર પટેલ સમાજ સેવાનું સતત કામ કરતાં રહ્યા છે ત્યારે વાંસદા તાલુકામાં બનાવાયેલા વોટ્સઅપ એન્જોય ગ્રુપમાં જોડાયેલા છે જે ગ્રુપ માં સમાજની વાતો તથા હક, હિતની લગતી વાતો તથા સદર ગ્રુપમાં જોડાયેલા લોકો પોતપોતાનાં અભિપ્રાય આપતા હોય છે.
Decision News ને મળેલી જાણકારી અનુસાર થોડા દિવસ પહેલાં સભ્ય પોત પોતાની મર્યાદામા રહી ગ્રુપમા મેસેજ કરતા અવેલા છે પરંતુ આ કામના સામાવાળા હર હંમેશા સમાજની વાતો હોય તો સમાજ આગેવાનો વિરૂધ્ધ ગ્રુપમા ગેરસમજ ઉભી કરતા આવેલા છે. બાદમાં આ કામના સામાવાળા અમોને વાંસદા વધઈ રોડ ઉપર મળેલા જેઓ સાથે અમો અરજદારે ભાઈચારાને શોભે તેવી વાતો કરેલી પરંતુ બિન આદિવાસી જય કડીવાલા અમારા સમાજના આગેવાનો વિરૂધ્ધ તથા સમાજને લઈને થતી વાતો ઉપર ખોટી ઉશ્કેરણી કરેલી છે. જેઓએ સદર ગ્રુપમા શેર બેર કઈ ની ઈઈ બધા ગલુડીયા છે, ખાલી મીડીયામા ભવ ભવ કરે એવુ કહી અમો અરજદારો તથા સદર ગ્રુપના આદીવાસી સભ્યોને કુતરા કહેલા છે. બાદમા સદર ગ્રુપમા કોગ્રેસ પાટીના ચમચા આહાસ ક્રોગ્રેસના દલાલ આહસ થો એમ કહી અમારી આદીવાસી ભાષામા ગાળો આપી લાગણીને ઠેસ પહોચાડેલ છે.
જય કડીવાલા અમો અરજદાર તથા મરા સમાજના લોકોને ખોટી રીતે ઉશ્કેરણી કરી દાબમા રાખવાની વાતો કરી ધમકી આપેલ છે. આ કામના આરોપી ઝનુની અને સ્વતંત્ર મિજાજવાળા છે અને ધારેલું કરે તેવા છે તથા કાયદાને ભંગ કરવાને ટેવાયેલા છે. તો તેમની સામે કાયદેસર થવા અમો અરજદારની ફરીયાદ છે. જે બાબતે અસર કારક તપાસ કરી ગુનો નોધી સખ્ખત કાર્યવાહી કરવા મારી ફરીયાદ છે.

