ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે 21 જુલાઈ દરમિયાન ગુમ થયેલા લોકોને શોધવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી ચાલી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન નર્મદા ચોકડી વિસ્તારમાં GNFC પિક-અપ પોઈન્ટ પાસેથી એક 8 વર્ષનો બાળક એકલો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં બાળકે પોતે દાહોદ જિલ્લાના મોટી ખરચ ગામનો હોવાનું જણાવ્યું હતું. તેણે ઘરેથી એકલા નીકળી જવાની વાત પણ કબૂલી હતી.
પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી બાળકના માતા-પિતાનો સંપર્ક સાધ્યો હતો. બાળકને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સી ડિવિઝન પોલીસની આ કામગીરીને સમાજના વિવિધ વર્ગો તરફથી સરાહના મળી રહી છે.











