કુકરમુંડા: આજરોજ કુકરમુંડા તાલુકામાં 21 જૂન 2025 ના દિવસે એક નાની અમથી વાતમાં પવન કુમાર નામનો આદિવાસી સમાજના યુવાનને પોલીસ વિભાગના એક જમાદારએ પોલીસ સ્ટેશનની બહાર કપાઉન્ડમાં નગ્ન કરીને માર મારવાની ઘટના સામે આવતા આજે અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજ લોકોએ ભેગા મળી ન્યાયની માંગ  કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજને માર મારનાર જમાદાર પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતને સમર્થન આપવા આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્યશ્રી આનંદભાઈ પટેલ, સોનગઢ તાલુકા માજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી યુસુભ ગામિત સહીત આવેલ સામાજિક અગ્રણીઓ દ્વારા પવન કુમારને સંવિધાનની ભેટ આપી સંદેશો આપ્યો કે આ દેશ ડૉ. બાબા સાહેબ આંબેડકરએ આપેલ વિશ્વનુ શ્રેષ્ઠ બંધારણ થી ચાલે છે ના કે કોઈ કોઈની સત્તાથી ચાલે છે અમે તને ન્યાય આપાવવામાં તમારી સાથે છીએ તું ડરતો નહીં.

આ પ્રસંગે નિઝર માજી ધારાસભ્ય શ્રી સુનિલ ગામીત, સામાજિક અગ્રણી અજય ગામિત, યુવા કાર્યકર્તા રાહુલ પાડવી, સુમુલ ડેરી ડાયરેક્ટ સિદ્ધાર્થ ચૌધરી, સામાજિક આગેવાન નીતુ ભાઇ, માંડવી ગામના સામાજિક આગેવાન જીમ્મી ગામિત, વ્યારાના સામાજિક આગેવાન હેબરુન ગામિત, મધુર ગામિત, વીરુ વસાવા, શંકર ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here