નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU થી થોડી દૂર ઝરવાણી ગામેથી સામે આવ્યું છે. અહીં રસ્તાના અભાવને કારણે હોસ્પિટલ સુધી લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે જ બાળકને જન્મ આપે છે. તેવી જ ઘટના ગત રાત્રે બની હતી.ગત રાતે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ગ્રામજનોએ તેમને ઝોળીમાં નાખી ધસમસતી ખાડી પાર કરવી પડી હતી. 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવેલી મહિલાની પ્રસૂતિ ગરૂડેશ્વર હોસ્પિટલ જતા રસ્તામાં જ થઈ ગઈ હતી. મહિલા અને નવજાત બાળક બંને સહી સલામત છે અને હાલ સારવાર હેઠળ છે.
નર્મદા જીલ્લામાં ઝરવાણી ગામે લીંબાડા ફળિયાથી ભાંગડા ફળિયા સુધી રસ્તોના હોવાથી ગ્રામજનોને વર્ષોથી મુશ્કેલી પડી રહી છે. ગત રાત્રીના રોજ એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખી ગ્રામજનોએ જીવના જોખમે પાણીથી ધસમસતી ખાડી પાર કરી 108 સુધી પોહચાડી હતી. 108 દ્વારા ગરૂડેશ્વર હોસ્પિટલમાં લઈ જતી વેળા રસ્તામાં જ મહિલાની પ્રસુતિ થઇ ગઈ હતી. સદનસીબે મહિલા અને તેનું બાળક સહીસલામત છે. અને હાલ સારવાર હેઠળ છે.
નર્મદા જિલ્લામાં 3000 હજાર કરોડના ખર્ચે વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિનું નિર્માણ કરવામાં આવ્યું છે. પર્યટકો માટે વિવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. જોકે ગરૂડેશ્વર તાલુકામાં SOU થી થોડા અંતરે આવેલા ઝરવાણી ગામ સુધી જાણે હજી વિકાસ પહોચ્યો નથી. અહીંયા રોજ વિધાર્થીઓ, કામ કરતા મજૂરો, નોકરી અર્થે જતા નોકરિયાતો અને આરોગ્યની સમસ્યાને લઈ ગ્રામજનો આજ રસ્તે જીવના જોખમે અવરજવર કરે છે. ધસમસતા આ પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે રસ્તો પાર કરે છે.

