અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાના વાયરલ વિડીયો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ગતરોજ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો હતો.જે મામલે તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટ દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર એક અજાણ્યો ઇસમ ત્રણથી ચાર લોકોને પૈસા કે પછી કોઈ કાગળ કે પ્લેમફ્લેટ કે કાર્ડ વિતરણ કરતા નજરે પડી રહ્યો છે.જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ મતદારોને કંઈક વહેંચતો જોવા મળ્યો હતો.તાલુકા વિકાસ અધિકારી હિરેનકુમાર બારોટે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વીડિયોમાં દેખાતો વ્યક્તિ ત્રણથી ચાર લોકોને પૈસા, કાગળ, પેમ્પલેટ્સ અથવા કાર્ડ વિતરણ કરતો દેખાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ આપવાના આ પ્રકરણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી છે.

