વલસાડ: વલસાડ શહેરમાં એક રીક્ષા ચાલક દ્વારા સગીરા સાથે છેડછાડનો કિસ્સો સામે આવ્યો છે. કસ્તુરબા હોસ્પિટલ સામેના રોડ પર રીક્ષા ચલાવતા અયાન હનિક શેખ છેલ્લા 6 મહિનાથી 15 વર્ષની સગીરાને હેરાન કરતો હતો.આરોપી અયાન શેખ ધોબીતળાવ, કેરોશીન મહોલ્લો, સાપુર નગર, વલસાડનો રહેવાસી છે.

Decision news  ને મળતી માહિતી મુજબ તે સગીરાને શાળાએ જતી વખતે હેરાન કરતો હતો.તે છોકરીને લગ્નની લાલચ આપતો અને દબાણ કરતો હતો.આરોપીએ એક વખત સગીરાનો હાથ પકડી લીધો હતો. તેણે છોકરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તે છોકરીના ઘર સામેના ઓટલા પર બેસીને તેની તરફ અશ્લીલ ઇશારાઓ કરતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો.

સગીરાના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે BNSની કલમ 75(2), 78(2), 351(3), 352 અને પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે. PI દિનેશ પરમારના નેતૃત્વમાં સગીરાનું નિવેદન લઈને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here