સુરત: સુરતની કંપનીએ ભારતમાં પહેલીવાર ફોન કોલિંગ ફીચર ધરાવતું ડ્રોન બનાવ્યું છે. જેનાથી ડ્રોનને ફોન કરી શકાય અને ડ્રોનની નજીક ઉભેલા લોકો સાથે સીધી વાતચીત થઈ શકે છે. આ P40 ડ્રોન સાથે હાઈ રેઝોલ્યુશન કેમેરા પણ છે, જે લાઈવ સ્ટ્રીમિંગ પ્રસારિત કરે છે. આ લાઈવ ફીડ કંપનીએ ડેવલપ કરેલા AI સોફ્ટવેર દ્વારા પ્રોસેસ થાય છે.

ખાસ કરીને બેંગ્લોર જેવી વિક્ટરી પરેડની ઘટના પછી આ પણ કામ લાગેશે, ભીડ ભેગી થવાના વિસ્તારો, બિનવારસી સામાન, બેગો, જેમાં આતંકવાદીઓ બોમ્બ મૂકતા હોય છે, હથિયારો જેમ કે બંદૂકો અને છરા, અનિયમિત દિશામાં આવતા વાહનો અને અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ આ અનોખી ટેક્નોલોજી જાહેર સુરક્ષા અને સ્માર્ટ દેખરેખ માટે રચાઈ છે. અધિકારીઓને હવે દૂરથી ડ્રોન મારફતે સંવાદ સાધવાની સુવિધા મળે છે. આ ડ્રોન ઇનવેન્કો AIએ બનાવ્યું છે.

કંપનીના કો ફોઉન્ડર અભિષેક ખંભાતા અને મોહિત કેનિયાએ કહે છે કે, અમારી કંપની 2023થા કાર્યરત છે. અમે પહેલીવાર શહેરમાં ડ્રોન શો પણ કર્યો હતો. હવે અમે વિવિધ પ્રકારના ડ્રોન AI સોફ્ટવેર અને ફ્યુચર રિક્વાયરમેન્ટને ધ્યાને રાખીને બનાવી રહ્યા છે. ઇન્ડોર ડ્રોન નેવિગેશન, AI આધારિત વિડીયો એનાલિટિક્સ કરી શકે તેવા ડ્રોન અમે બનાવી રહ્યા છીએ.

આ ડ્રોનનો ઉપયોગ માઈનિંગ બ્લાસ્ટિંગ ઓપરેશનની દેખરેખ માટે કરાઈ રહ્યો છે. ડ્રોનના આઇડિયા વિશે તેઓ કહે છે કે, ડ્રોનનું પરીક્ષણ કરતી વખતે પોલીસને નાઈટ પેટ્રોલિંગ કરતા જોયા. તેઓ લોકોને ઘરે જવાની અપીલ કરવા વોકી-ટોકી અને લાઉડસ્પીકર પર નિર્ભર હતા. આ દૃશ્યે અમને એક સ્માર્ટ, સુરક્ષિત અને સ્વચાલિત ઉકેલ લાવવા પ્રેરણા આપી હતી. જેથી અમે સ્પીકર સિસ્ટમ અને ફોન કોલિંગ ફીચર સાથે આ ડ્રોન બનાવ્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here