વલસાડ: વલસાડ જિલ્લાના વાપી હાઈવે પર બલિઠા બ્રિજ નજીક એક ગંભીર અકસ્માત ટળ્યો છે. અમદાવાદ તરફ જતી એક ટ્રકમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
આ અકસ્માત દેશના સૌથી વ્યસ્ત ગણાતા NH-48 હાઈવે પર થયો હતો. Decision news ને મળતી માહિતી અનુસારભારે ટ્રાફિક વચ્ચે પણ ચાલકની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

