સુરત: સુરત શહેરમાં ચોમાસુ શરૂ થયું હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. સતત આવતા વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના તો સામે આવી, પરંતુ પાલિકાનું સૂચના દર્શક બોર્ડ નીચે પડતા ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ઉધના મગદલ્લા રોડ ઉપર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તા સૂચક બોર્ડ જે લગાવવામાં આવતું હોય છે તે ધરાશાયી થયું હતું. ભારે ભરખમ લોખંડનું બોર્ડ નીચે પડી આવ્યું હતું. એકાએક રસ્તા ઉપર બોર્ડ પડી જતા વાહનચાલકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો. રસ્તા ઉપર બોર્ડ હોવાને કારણે વાહન ચાલકો ધીરે ધીરે ત્યાંથી પસાર થતા દેખાયા હતા.
Decision News ને મળેલી જાણકારી મુજબ સૂચના દર્શક બોર્ડ એટલું મોટું હતું કે તેના કારણે આખો રસ્તો થોડા સમય માટે જામ થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રાફિક જવાને પહોંચી ટ્રાફિકને રાબેતા મુજબ કરતો જોવા મળ્યો હતો. જો કોઈ વાહનચાલક ઉપર આ બોર્ડ પડે તો તેનું મોત થવાની પૂર્ણ શક્યતા હતી.

