વિસાવદર: આવતીકાલે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ સૌથી વધુ રસપ્રદ જંગ હાલ વિસાવદરની બેઠક પર સર્જાયો છે.
આ બેઠક પર અત્યારે સૌથી વધુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પૈસાની લેતીદેતી મામલે ખુબ મોટાપાયે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે માહોલ ગરમાયો હતો. AAP અને ભાજપ વચ્ચે અત્યારે વર્ચસ્વનો જંગ જામ્યો છે. ગઈકાલે રાત્રે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ એક દારૂના જથ્થા જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં રેડ પાડી હતી. તેમના કહેવા મુજબ આ દારૂનો જથ્થો ભાજપ વાળનો હતો.
પરંતુ આજે આ મામલે મોટો વળાંક આવ્યો છે. અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આજે ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આજે તેમણે પોલીસ અને ભાજપને આડે હાથ લીધા છે. અને ખુબ જ પ્રહારો કર્યા છે.

