કપરાડા: કપરાડાના પાનસ નિશાળ ફળીયા પાસે સામ સામે બે ટેમ્પા અથડાતા એક ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.ગતરોજ સાંજે છ કલાકે પાનસ નિશાળ ફળીયા નજીકથી ટેમ્પો નંબર GJ 03 CU 5727 કપરાડાથી ધરમપુર તરફ જતો હતો દરમિયાન સામેથી આવતો ટેમ્પો નંબર GJ 27 TF 8351 સાથે જોરદાર અથડાતા કપરાડા તરફથી આવી રહેલા ટેમ્પો ચાલક અને ક્લીનર બંને ઘવાયા હતા.
Decision news ને મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ મદદ કરી ઘાયલોને બહાર કાઢી 108 બોલાવીને નાનાપોંઢા સી.એચ.સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે સ્થાનિક અજીતભાઈના જણાવ્યા મુજબ અહીં નજીકમાં પ્રાથમિક શાળા આવેલી છે જેના કારણે અહીં રોડ પર બે બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ આ બમ્પર પર સફેદ રંગના પટ્ટા જોવા મળતા નથી જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
વધુમાં નજીકમાં શાળા આવેલી હોય વાહન પલટવાની ઘટના કોઈ દિવસે નિર્દોષ બાળક ભોગ બની શકે તેમ છે. 10 દિવસમાં ચાર અકસ્માત અહીં થયા છે જે ચિંતા જનક છે.જેથી વહેલી તકે તંત્ર અહીં બમ્પર ઉપર સફેદ રંગના પટ્ટા પાડે તે જરૂરી બન્યું છે.

