ધરમપુર: ખોબા પ્રાથમિક શાળાની સતત પ્રગતિ અને શૈક્ષણિક શોભાયાત્રામાં એક નવો અધ્યાય ઉમેરાયો છે! ONGC સુરત અને સુરતની અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના સહયોગથી અમારી શાળાના બાળકોને નવાં બેન્ચ અર્પણ કરવામાં આવ્યાં છે.

લોકમંગલમ ટ્રસ્ટના ટ્રસ્ટી અજય પટેલ કહે છે કે હવે અમારાં બાળકો આરામદાયક અને અનુકૂળ વાતાવરણમાં બેસીને શિક્ષણ મેળવશે, જે તેમના શૈક્ષણિક વિકાસને વેગ આપશે. દિવસે દિવસે ખોબા પ્રાથમિક શાળા સુવિધાસભર અને બાળકો માટે આદર્શ શૈક્ષણિક કેન્દ્ર બની રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે અમે સતત પ્રયાસરત છીએ કે અમારાં બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, પ્રેરણાદાયી વાતાવરણ અને તેમના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડીએ. આ સફળતા એકલતાથી નહીં, પરંતુ સમાજના સહયોગ અને સંસ્થાઓના સમર્થનથી શક્ય બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here