અમદાવાદ: 12 જુને અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયાના સમયનો લાઇવ વીડિયો બનાવનાર મેઘાણીનગરના 17 વર્ષના સગીર યુવક આર્યનની અટકાયત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

મેઘાણી નગરમાં છગનજીની વાડી પાસે આર્યન નામના સગીરે પ્લેન જમીન પર ક્રેશ થતા સમયનો વીડિયો બનાવ્યો હતો. આર્યન મોજશોખ ખાતર વીડિયો બનાવવા જતા પ્લેન ક્રેશની ઘટના તેના મોબાઈલમાં કેપ્ચર થઈ હતી. ત્યારે 17 વર્ષના સગીર યુવક આર્યન અમદાવાદ પોલીસ દ્વારા નિવેદન આપવા બોલાવ્યો હતો.

બાદમાં પોલીસ દ્વારા ખુલાસો કરાયો કે, આ વીડિયો બનાવવા બદલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. એક મોબાઈલ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ થયું હતું. જે સગીરે વીડિયો લીધો હતો, તેણે પોલીસને વીડિયોની વિગતો આપી હતી. તે તેના પિતા સાથે સાક્ષી તરીકે નિવેદન આપવા આવ્યા હતા. ત્યારબાદ તેમને તેમના પિતા સાથે મોકલી દેવામાં આવ્યા હતા. કોઈ ધરપકડ કે અટકાયત કરવામાં આવી નથી. મહેરબાની કરીને અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવાનું ટાળશો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here