કપરાડા: વર્તમાન સમયમાં કપરાડામાં આદિવાસી યુવતીઓના આત્મહત્યાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો બે યુવતીઓના સાથે આત્મહત્યા બાદ આજે ફરી કપરાડાના અસ્ટોલ ગામની યુવતીની લાશ જંગલમાં વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડાના અસ્ટોલ ગામના જંગલ વિસ્તારમાંથી એક સગીરાનો મૃતદેહ ઝાડ પર દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.. નાનાપોંઢા પોલીસને ઘટનાની જાણ થતાં તુરંત જ ઘટનાસ્થળે પહોંથી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સગીરાના મૃત્યુ પાછળ આપઘાત કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે..
બે દિવસ પહેલાં જ કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી અને આજે અસ્ટોલ ગામની યુવતીની લાશ.. સ્થાનિક વડીલો અને સમાજસેવકોએ આ આત્મહત્યાની ઘટનાઓની સામાજિક, માનસિક કે અન્ય કોઈ કારણો વિષે ઊંડી તપાસની પોલીસ પાસે માંગ કરી છે.

