નવસારી: નવસારી-વિજલપોર શિવનગરમાં રહેતા સોહન મોકડકરે ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે તેઓએ વર્ષ-2023માં તેમના મિત્ર યુકે રહેતા હોય તેમને કઈ ટ્રાવેલ એજન્સી દ્વારા યુકે ગયા એમ પૂછતા તેઓએ અમદાવાદના એજન્ટ વિરાજ રમેશ પટેલની રિકવરી ટુરિઝમ એન્ડ ઓવરસીઝ કન્સલ્ટન્ટ નામની એજન્સીનું નામ આપ્યું હતું.

તેઓ અમુક ફી લઈ વિદેશ મોકલતા હોવાનું જાણ થતા તેઓ પત્ની સાથે અમદાવાદ ગયા અને સોહનભાઈ તેમની પત્નીને યુકેમાં નોકરી કરવા અને સેટલ થવાનું જણાવ્યું હતું. સોહનનું એજ્યુકેશન ઓછું હોય તેના બદલે તેમની પત્નીને યુકે જવાનું જણાવ્યું અને ત્યાં સેટલ થયા બાદ નોકરી મળશે તેવી લોભામણી વાતો કરી હતી અને વિદેશ જવાનો ખર્ચ રૂ.25 થી 30 લાખ થશે તેમ જણાવી ડોક્યુમેન્ટ માટે કાગળો મંગાવ્યા હતા.

Decision news ને મળતી માહિતી પ્રમાણે વિદેશ જવા ઘરને મોર્ગેજ કરી રૂ. 20 લાખની લોન લીધી હતી. એજન્ટ વિરાજ પટેલે નાણાં મંગાવતા બે વર્ષમાં રૂ. 29.99 લાખ જમા કરાવ્યા હતા, ત્યારબાદ એક કંપનીનું લેટર પેડ સ્પોન્સર તરીકે નવસારી મોકલ્યું હતું, ત્યારબાદ સોહનની પત્નીએ ઘરબેઠા યુકે એમ્બેસીમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ખોટા અને અધુરી તાલીમ આપી હોય પત્ની ઈન્ટરવ્યૂમાં ફેલ થઈ હતી.

તેઓએ એજન્ટ પાસે નાણાં પરત માંગ્યા હતા પણ વિરાજ પટેલ દ્વારા નાણાં આપવાનો નથી તેમ જણાવતા તેઓએ યુકે એમ્બેસીમાં ઇ-મેઇલ કરતા માત્ર વિરાજે મળવાપાત્ર આઈએચએસફી રૂ.6.53 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવ્યા ત્યારબાદ બીજા નાણા રૂ.23.46 લાખ ન આપતા વારંવાર માંગ કરવા છતાં નહીં આપતા ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અમદાવાદના એજન્ટ વિરાજ પટેલની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here