વલસાડ: વલસાડ નેશનલ હાઇવે 48 પર સુગર ફેક્ટરી નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આઈશર ટેમ્પો ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડામણ થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે, ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો.
Decision news ને મળતી માહિતી પ્રમાણે સ્થાનિક લોકો અને વલસાડ ફાયર વિભાગે એક કલાકની મહેનત બાદ ચાલકને બહાર કાઢયો હતો.ઘટનાને પગલે મુંબઈ તરફના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ રૂરલ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમને તરત જ જાણ કરવામાં આવી હતી.
PI ભાવિક જીતિયાની આગેવાની હેઠળની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ અને બચાવ કામગીરી શરૂ કરી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવવામાં આવ્યા હતા.108ની ટીમે ઘટનાસ્થળે ટેમ્પો ચાલકને પ્રાથમિક સારવાર આપી. ગંભીર ઈજાઓ સાથે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી હજુ મળવાની બાકી છે.

