ભરૂચ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પોતાનો પ્રથમ IPL ખિતાબ જીત્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં RCBએ આપેલા 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની ટીમ 184 રન જ બનાવી શકી.
RCBના બેટિંગ દરમિયાન વિરાટ કોહલીએ 35 બોલમાં 43 રન ફટકાર્યા હતા. જીતેશે આક્રમક બેટિંગ કરતા 10 બોલમાં 24 રન બનાવ્યા હતા. બોલિંગમાં કૃણાલ પંડયા અને ભુવનેશ્વર કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને કાયલ જેમિસને 3-3 વિકેટ લીધી હતી.IPLના 18 વર્ષના ઇતિહાસમાં RCB આઠમી ચેમ્પિયન ટીમ બની છે.
આ ઐતિહાસિક જીત બાદ ભરૂચ શહેરમાં વિરાટ કોહલી અને RCBના ચાહકોએ ભવ્ય ઉજવણી કરી હતી. શહેરના પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં ચાહકો એકત્રિત થયા હતા. ચાહકોએ RCBના ધ્વજ અને કોહલીના પોસ્ટર સાથે ઢોલ-નગારા વગાડી અને ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.

