નર્મદા: નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. થોડા દિવસો પેહલા જ દીપડાએ 9 વર્ષીય બાળકી પર હુમલા કરતા એનું મોત નીપજ્યું હતું.એ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો સાગબારાના ગ્રામ્ય વિસ્તારમાં ઝૂપડામાં સૂતી એક મહિલા પર વેહલી સવારે દીપડાએ હુમલા કર્યો હોવાની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.

ગત શુક્રવારે સાગબારાના કોલવાણ ગામમાં એક નવ વર્ષીય બાળકી ઉપર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી.એ ઘટના બાદ સાગબારા તાલુકાના બેડાપાણી ગામ રહેતા 40 વર્ષીય બેબીબેન અર્જુનભાઈ વસાવા એમના ઘરમાં સુતા હતા ત્યારે સવારનાં 6 કલાકે દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા કરી એક કાન કરડી ખાધો હતો.

મહિલાએ બૂમરાણ મચાવતા દીપડો તો ભાગી ગયો પરંતુ દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત બનેલ મહિલાને ગળાનાં ભાગે અને હાથમાં ઇજા થતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સાગબારા સરકારી દવાખાને લવાયા હતા. સાગબારામાં માનવભક્ષી દિપડાએ મહિલા પર હુમલો કર્યો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here