ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી ભારે વરસાદના લીધે કેરીના ખેડૂતોને થયેલા જંગી નુકસાન થવા પામ્યું છે ત્યારે આ નુકશાનનો સર્વે કરાવી વળતર ચૂકવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ માંગણી કરી છે

ઉલ્લેખનીય છે કે હાલમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદી માવઠાથી વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરુચ જિલ્લાનાં કેરીના અનેક ખેડૂતો બરબાદ થઇ ચુકયા છે અને ધારણા કરતા અર્ધી કિંમત કરતા પણ ઓછી કિંમતે કેરીનો પાક વેચવા મજબુર બન્યા છે કારણકે ઘણાખરા લોકો વરસાદ પડ્યા પછી કેરીના પાકમાં જીવાત પડી આવતા હોવાથી કેરી ખાવાલાયક રહેતી ન હોવાથી ભારે પાયમાલી અને નુકસાન સહન કરવાની કરૂણ પરિસ્થિતિમાં આવી ગયા છે.

આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રદાદાએ રાજયના સમાહર્તા વડા તરીકે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતોની વેદના સમજીને ત્વરિત યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે.આ રજૂઆત અમોએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના વડા કલેકટરશ્રીઓને પણ યોગ્ય વધુ કાર્યવાહી અર્થે કરી છે.હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે સરકાર કુદરતી આપદા પીડિત ગરીબ ખેડૂતોના ન્યાય માટે શુ કાર્યવાહી કરશે?