વાંસદા-ચીખલી: આજરોજ ચીખલી તાલુકાનાં મિયાંઝરી ગોલવાડ ફળિયાના રોનક બાલુભાઈ ગાયકવાડ નામના યુવાને વાંસદા તાલુકામાં આવેલ અજમલગઢ ડુંગર પર લગભગ ૪ વાગ્યાની આસપાસ ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની વાતો વહેતી થઈ છે

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાનાં મિયાંઝરી ગોલવાડ ફળિયાના બાલુભાઈ ગાયકવાડના સુપુત્ર રોનકભાઈ ગાયકવાડના હાલમાં જ લગ્ન થયા હતા. લગ્નમાં ‘પ્રેમ બીજા જોડે અને લગ્ન બીજા જોડે’ ની વાતને લઈને થોડો વિવાદ પણ થયો હતો એવું લોકો કહી રહ્યા છે ત્યારે આ કારણે રોનક ગાયકવાડે આત્મહત્યા કરી કે પછી બીજું કોઈ કારણ હોય શકે એ તો હવે તપાસમાં જ બહાર આવશે.

વાંસદા તાલુકાના અજમલગઢ ડુંગર પર રોનક ગાયકવાડની આત્મહત્યાની જાણ સ્થાનિક લોકો દ્વારા વાંસદા પોલીસને કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આ ઘટના વિષે જાણ કરી વાંસદા સિવિલમાં લાશને PM માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.