વલસાડ: વલસાડ તાલુકાના અતુલ પોલ્ટ્રી ફાર્મ રોડ પર રહેતા ડીમ્પલબેન નિતેશભાઈ નાવકા (38) ગુમ થયા છે. તેઓ 12 મે 2025ના રોજ રાત્રે પ્રવાસે રસોડાનું કામ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારથી તેમની કોઈ ભાળ મળી નથી.
Decision news ને મળેલી માહિતી મુજબ ઘટના સમયે ડિમ્પલબેનનો મોટો દીકરો વિપુલભાઈ પારડી ખાતે લગ્ન સમારંભમાં ગયા હતા. ઘરમાં માત્ર તેમનો નાનો પુત્ર ધ્રુવ હાજર હતો. ડીમ્પલબેન કપડાંનો સામાન લઈને નીકળ્યા બાદ પરત ફર્યા નથી. પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમનો ફોન બંધ આવે છે. સગા-સંબંધીઓએ વિવિધ સ્થળોએ તપાસ કરી છે, પણ કોઈ માહિતી મળી નથી.
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુમસુદગીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. ડિમ્પલબેન ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. પોલીસે તપાસ શરૂ કરી છે.











