વડોદરા: ભાજપમાથી કોંગ્રેસમાં આવેલા વડોદરાના નેતાના રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ સામે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં યુવતીને વારંવાર હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે, 21 વર્ષની યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત પણ કરાવ્યું છે.
નંદેસરીમાં ૨૧ વર્ષની પરપ્રાંતીય વિદ્યાર્થિની સાથે તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલના પુત્ર અનિરૂદ્ધે દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ ગત રાતે નોંધાઈ હતી. આ મામલે પોલીસસ પીડિતાનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવી તપાસ શરૂ કરી છે. શહેર નજીક બાજવા વિસ્તારમાં રહેતી ર૧ વર્ષની પરપ્રાંતીય યુવતી ધો.૧૨ ભણેલી છે. વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલના પુત્ર અનિરૂદ્ધસિંહ અને યુવતી વચ્ચે લગભગ દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હતો.
અનિરૂદ્ધ ગોહીલે યુવતી સાથે નંદેસરી અને બીજા કેટલાક સ્થળે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીને પોલીસે એટ્રોસિટીની કલમ ઉમેરવા માટે કોર્ટમાં રિપોર્ટ કર્યો છે યુવતીની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે તપાસ હાથ ધરી છે.

