પલસણા: ગત 7 મે ના સુરતના પલસણાના ગંગાધરા-કારેલી ગામમાં આદિવાસી આગેવાનને ઢોર માર મારી ભરવાડ સમાજના ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને લઈને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે આરોપીઓ વિરુધ્ધ કડક પગલાં ભરવા SPને વાત કરી છે અને આદિવાસી પરિવારને ન્યાય મળે એવા પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે 7 મે ના સુરતના પલસણાના ગંગાધરા-કારેલી ગામમાં ટ્રેક્ટર કાયમી બેફામ ચલાવી રાહદારી લોકોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરતા લબરમૂછીયા 18 વર્ષીય યુવકને લોકોની ગામના લોકોની ફરિયાદ પર ગામના આગેવાન દ્વારા ટ્રેક્ટર સરખું ચલાવ એવી સલાહ આપતા મનદુઃખ રાખી માથાભારે ઈસમોએ ગામના સમાધાન વાતચીતના બહાને ગામની બહાર બોલાવી ધોકાઘડી કરી આશરે 25 જેટલાં માણસો દ્વારા હસમુખ ઢોડિયા અને એના પુત્ર પર તૂટી પડતા હસમુખ ઢોડિયાનું સરદાર હોસ્પિટલ બારડોલીમાં ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું અને એના પુત્ર તેમજ તેને બચાવવાં આવેલા મિત્રને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાબતે ઘટનાની ઉડાણ પૂર્વક તપાસ કરી પરિવારને ન્યાય આપવા સાંસદ ધવલ પટેલ આગળ આવ્યા છે.
સાંસદ શ્રી ધવલ ભાઈ પટેલે Decision News સાથે વાત કરતાં જણાવ્યુ કે આપણા આદિવાસી પીડિત પરિવારન સાથે ફોન દ્વારા વાતચીત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે કંઈ પણ કામ હોય હું તમારા માટે બેઠો છુ અને સુરતના SP ને ફોન કરીને જાણ કરી હતી કે અમારા આદિવાસી પરિવારને તાત્કાલિક ન્યાય મળે.











