અંકલેશ્વર: મુલદ ટોલપ્લાઝા ખાતે રેતી ભરેલી ટ્રકના ચાલકો બેરિયર તોડી ટોલ ભર્યા વગર ભાગી છુટવાની ઘટનામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. તેમને ટોલપ્લાઝા ખાતે લઇ જઇને બેફામ દોડતી ટ્રક નીચે કચડાઇ જતાં માંડ બચેલી મહિલા કર્મચારીની માફી મંગાવી હતી.

પોલીસે સુરતના જેરામ બોળીયા, વિશાલ મીર, વરજાખણ ભરવાડ, રાહુલબોળીયા,રા મા બોળીયાની અટકાયત કરી હતી તેમજ પોલીસે ચાર હાઇવા ટ્રક ને જપ્ત કર્યા હતા. બે ટ્રક માલિક અને 3 ટ્રક ડ્રાઇવરની ધરપકડ કર્યા બાદ તમામને માંડવા ટોલ પ્લાઝા ખાતે લઇ ગયા હતાં. જ્યાં મહિલા કમર્ચારી આગળ હાથ જોડીને કાન પકડાવી ને માફી મંગાવી હતી.

એટલું જનહીં જાહેર માં સરધસનીકળતા ટ્રક ચાલકો અને તેના માલિક એ સાહેબ માફ કરી દો હવે ભૂલથી પણ આવી ભૂલ નહિ કરીએ” બે હાથ જોડી, કાન પકડી મુર્ગા બની બેરીયર તોડનાર ટ્રક ડ્રાઈવરો જાહેરમાં માફી માંગી હતી. ડીવાયએસપી ડૉ. કૌશલ ઓઝા એ જણાવ્યું હતું કે હાઇવા ટ્રક ચાલકો દ્વારા જાન માલ ને નુકશાન થાય તેમજ અન્ય ના જીવ જોખમ માં મૂકી બેરીકેટ તોડી અત્યંત ગફલતભર્યું ડાઇવીંગ કરી ટોલપ્લાઝાના કર્મચારીઓનો જીવ જોખમમાં મુકી દીધો હતો.