દાદરા નગર હવેલી: દાદરા નગર હવેલી કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રભુ ટોકિયા દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી. અને પ્રદેશમા પાર્ટીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ જણાવ્યુ કે થોડા દિવસોમા નવી કમિટીનું ગઠન કરવામા આવશે.અને પ્રશાસન દ્વારા જે વિકાસના કામો ચાલી રહ્યા છે એને અમારી પાર્ટી તરફથી સંપૂર્ણ સહયોગ રહેશે પરંતુ જો વિકાસના નામે પ્રદેશના લોકોને હેરાન કરવામાં આવશે તો એનો અમે વિરોધ કરીશુ.

આવનાર જીલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણી આવનાર છે એના માટે અમે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે ભેગા મળી નવી રણનીતિ તૈયાર કરીશુ. અને પાર્ટીમા વધુમાં વધુ નવા કાર્યકર્તાઓને જોડવા અને કોંગ્રેસની વિચારધારા પ્રદેશના લોકોને સમજાવીશુ.આ અવસરે કોંગ્રેસના પદાધિકારીઓ,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.