ખેરગામ: વલસાડના તીઘરા ગામના મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ નામના સામાજિક આગેવાન દ્વારા અગાઉ 20/11/2024 ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને સંબોધીને PSI ડી.આર.પઢેરિયા દ્વારા ત્રાહિત વ્યક્તિ દ્વારા અંગત લાભ માટે ખેરગામના નવનિર્મિત પોલિસ સ્ટેશનમાં પો.સ.ઈ.ની ચેમ્બરમાં તેમજ પોતાના સરકારી આવાસમાં ગુજરાત રાજયના પોલિસ વડાના આદેશ વિરુદ્ધ ગેરકાયદેસર AC ફિટ કરાવેલ અને તે જ ACનો વપરાશ એના પછી પુરોગામી તરીકે આવનાર PSI એમ.બી.ગામિત દ્વારા સતત કરતા રહી સરકારી તિજોરી પર ભારણ વધારતા આવેલ આ બાબતની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા reg/2024/58800 હેઠળ નોંધ કરી વધુ કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવ્યા બાદ સુરત રેંજ IG દ્વારા નવસારી SP ને તપાસ સોંપવામાં આવતા તેમણે ચીખલી વિભાગ નાયબ પોલિસ અધિક્ષક બી.વી.ગોહિલને તપાસ સોંપતા PSI એમ.બી.ગામિત દ્વારા તપાસ અધિકારી સમક્ષ જુઠાણું ચલાવી જણાવવામાં આવેલ છે કે પોલિસ સબ ઇન્સ્પેક્ટરની ચેમ્બર્સમાં કોઈ AC લગાવવામાં આવેલ નથી તેમજ સરકારી ક્વાર્ટર્સમાં જે AC લગાવેલ છે જે પ્રાયવેટ છે તેનું બિલ તેઓ પોતે ફરતા આવેલ છે તેમજ તેમની પ્રાયવેટ વાહનમા કોઈપણ પ્રકારના કાળા કાચ લગાડવામાં આવેલ નથી. તેમજ PSI તથા તમામ પોલિસ કર્મચારીઓ નિયત યુનિફોર્મમાં જ ફરે છે.
આ બાબતે મુકેશ પટેલ દ્વારા ગુજરાત રાજય પોલિસ વડાના કાર્યાલયના તારીખ 27/03/2017 ના આદેશક્રમાંક જી-1/એસસીઆર/સલામતિ/919/2017 ના પત્રનો હવાલો આપી મીડિયાને જણાવેલ કે આ પત્ર સ્પષ્ટ જણાવે છે કે રાજયના તમામ પોલિસ સ્ટેશનના પો.ઈ./પો.સ.ઈ.ને એસીની સુવિધાઓ મળવાપાત્ર નથી તેમછતાં જનતાના સૌજન્યથી કે અન્યથા અનધિકૃત રીતે એર કન્ડિશનર ગોઠવવામાં આવેલ છે. તે ઉપકરણ વાપરવાથી સરકારશ્રી ઉપર વિજ ખર્ચનું અનાવશ્યક ભારણ વધે છે અને AC ગોઠવવામાં આવેલ હોવાના કારણે ઘણા ખરા થાણાં ઇન્ચાર્જશ્રીઓ પોતાના બિનવાતનુકૂલિત વાહનોમાં પેટ્રોલિંગ કરવાનું ટાળતા હોય છે. અને એ આદેશ તમામ જિલ્લા પોલિસ અધિક્ષકને કરવામાં આવેલ હોવા છતાં નવસારી જિલ્લા SP દ્વારા ફરજચૂક કરી આ બાબતની યોગ્ય તપાસ કરેલ ન હતી. તે તપાસ અમે અરજદારે જાતે કરી ઉપરી પોલિસ અધિકારીઓનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતા નવસારી જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા આ બંને PSI જે પોતાના ઉપરીઓ સમક્ષ જુઠાણું ચલાવેલ હતું અને આટલા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે એસી વાપરી સરકારી તિજોરીને મસમોટુ નુકસાન કરેલ તેની રિકવરી કરી ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવાને બદલે આટલા લાંબા સમયથી આ બંને ભૂતપૂર્વ PSI ને છાવરવાના પૂર્ણ પ્રયાસો કરેલ છે. તે અતિશય દુઃખદાયક બાબત છે. આ બાબતે મે ફરીથી માનનીય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ ફરિયાદ કરેલ છે.
જો આ ફરિયાદ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે નામદાર અદાલતમાં કાયદાકીય કામગીરી કરતા પણ અચકાઈશું નહીં. કારણકે AC લગાવીને અને પોલિસ કર્મચારીઓ કાળા કાચવાળી ગાડીઓ અને યુનિફોર્મ વગર ફરતા હોવા છતાં પોતાના ઉપરીઓ સમક્ષ જુઠાણું ચલાવી ખેરગામ પોલિસ દ્વારા અમો અરજદારને મૂર્ખ સમજવામાં આવતા હોય તો કોઈ કાળે સ્વીકાર્ય નથી.











