નિઝર: તાપી જિલ્લાના નિઝર તાલુકાનું મુખ્ય મથક મીજે નિઝર ખાતે સંગીતા નગર ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાકી ગટર લાઈન ઉભરાતા ખુલ્લામાં ભારે દુર્ગંધવાળા ગંદા પાણી વહી રહ્યું છે. તેમ છતાં પણ જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નિઝર ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવ્યા મુજબ સંગીતા નગર ફળિયામાં રહેતા કુટુંબ પરિવારોના ઘર વપરાશ સહીતનું ગંદા પાણીનો નિકાલ કરવા માટે ફળિયાની અંદર સરકાર દ્વારા જે તે સમયે લાખો રૂપિયાના ખર્ચે પાકી ગટર લાઈન બનાવવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગટર લાઈન ઉભરાતા ભારે દુર્ગંધવાળા ગંદુ પાણી ખુલ્લામાં વહેતુ હોવાના કારણે આ ફળિયામાં નાક ફાડી નાંખે તેવી દુર્ગંધવાળી ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય રહ્યું છે. જે ગંદકીના લીધે અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ્ય પણ વધી રહ્યો છે.

ભારે દુર્ગંધવાળી ગંદકીના કારણે આ ફળિયામાં વસવાટ કરનારા લોકો અને આજુબાજુમાંથી પસાર થનારા લોકોમાં ભવિષ્યમાં જીવલેણ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર ? તેવી ચર્ચાઓ સ્થાનિકો લોકોમાં જોરશોરથી થઇ રહી છે. ઉલ્લેખનીય એ છે. કે, નિઝર તાલુકા મથક નિઝર ગામ ખાતે ગટર લાઇન ઉભરાતા. ખુલ્લામાં થઇ રહેલી ભારે ગંદકીથી સ્થાનિક લોકો સહીત આજુબાજુમાંથી પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં પણ ગ્રામ પંચાયતના જવાબદારો અને તાલુકા પંચાયતના જવાબદારો આંખ આડા કાન કરી રહ્યા છે.