ભરૂચ: જંબુસર એસટી ડેપો થી ટંકારી ભાગોળ એક કિલોમીટરના રોડને નવો બનાવવામાં આવી રહયો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં મીઠા ભરેલી ટ્રકો બેરોકટોક રીતે અવરજવર કરી રહી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર શુક્રવારના રોજ મીઠા ભરેલી ટ્રકના ડ્રાઇવર કારને ટકકર માર્યા બાદ 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો. સદનસીબે કારચાલક અને અંદર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રસ્તો હાલ વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે.મીઠાના અગરમાંથી આવતી ટ્રકો તથા ભાણખેતર તરફથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઘણા ઓવરલોડ ભરેલા વાહનો પણ બેફામ રીતે આ રસ્તે અવરજવર કરે છે.
જંબુસર એપીએમસી માર્કેટ પાસે ડમ્પરના ડ્રાઇવરે એક કારને ટકકર મારી 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો. ટ્રક સાથે ઢસડાઇને કાર ડીવાઇડર સાથે અથડાઇ હતી. સદનસીબે ડ્રાઇવર તથા અંદર બેઠેલા લોકોનો બચાવ થયો હતો. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.











