વિશાવદર: હજારો ગુજરાતીઓ આખોં બંધ કરી ને કહી શકે છે કે વિસાવદર-ભેસાણ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામ સામે લડશે અને એનો ફાયદો ભાજપને થવાનો છે પણ આ બંને પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ લઈને બેઠેલા નેતાઓને કોણ સમજાવે ? બસ લોકોને સમજી જાય તો સારું.. બાકી તો
કોંગ્રેસના શું રાહુલ ગાંધી, શક્તિસિંહ કે અનંત પટેલ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ કે ઇશુદાન ગઢવી કે ચૈતર વસાવા જેવા મોટા નેતા આટલો સામાન્ય ખ્યાલ નહીં આવતો હોય કે જો AAP અને કોંગ્રેસ એકબીજા સાથે મતો માટે બાજશે તો ભાજપ જ બાજી મારશે ? કેમ લોકોની લાગણીઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે તેઓ.. જો તેમની ઈચ્છા જીતવાની ઈચ્છા ન હોય અને વિશાવદરમાં ભાજપનું રાજ રાખવું હોય તો..પછી ઉમેદવાર ઉતારી ચૂંટણી લડવાનો ઢોગ શું કામ ?
આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત પહેલાથી કરી દેવામાં આવી હતી અને હવે કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે.. હવે બંને પક્ષના નેતાઓને ખબર જ છે ભાજપના મતો તૂટવાના નથી AAP અને કોંગ્રેસ બંને એક બીજાના મતો તોડશે અને ભાજપને એનો સીધો ફાયદો થશે ભાજપ વિજયી બનશે.. સીદું સાદું ગણિત આ બંને પાર્ટીના સિનિયર બની બેઠેલા નેતાઓ કેમ સમજતા નથી એ સાલું લોકોને સમજાતું નથી.. એક રોટલી બે વાંદરા અને એક બિલાડી યાદ છે ને વાર્તા..











