કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના પાનસ ગામના ઉપલા ફળિયામાં રેહતા મહેદ્રભાઇ સોમાભાઇ વાઘેરા લગ્ન મંડપમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેને વીજ કરંટ લગતા નીચે પટકાયો અને ઘટના સ્થળ પર જ મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પોલીસે પરિવારનું લીધેલ નિવેદન મુજબ  મારૂ નામ સોમાભાઇ જીવુંભાઈ વાઘેરા ઉ.વ.60 ધંધો ખેતી રહે. પાનસ ઉપલાફળિયા તા. કપરાડા જી. વલસાડ કપરાડા પોલીસ સ્ટેશન અ.મોત.09/2025 ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023 ની કલમ- 194 મુજબના કામે મરણજનાર મહેદ્રભાઇ સોમાભાઇ વાઘેરા ઉ.વ.30 રહે. પાનસ ઉપલાફળિયા તા. કપરાડા જી. વલસાડ નાઓ મારો સગો દિકરો છે. જેઓ લગ્ના મંડપમાં લગાવેલ લોખંડની ફ્રેમ ઉપર ચડીને વાયરીંગનું કામકાજ કરતી વખતે ત્યાંથી પસાર થતી વિજ લાઇનના તારને મારા દિકરાનાનો શરિરનો કોઇ ભાગ અડી જતા વિજળીનો કરંટ લાગતા નીચે પડી જતા મરણ ગયેલ છે. જેમની બોડીનું પી.એમ. કરાવી જે બોડી મને અંતિમ વિધી માટે સોંપેલ છે.

આ અચાનક થયેલ મોતની ઘટનાને લઈને પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવરણ પ્રસરી ગયું છે હાલમાં લાશનું PM કરી પરિવારને સોપી દેવામાં આવતા આ યુવાનની પરિવાર અને સગા સંબધીઓએ અંતિમ સંસ્કારની વિધિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે