વાપી: વાપીના નામધા ગામ અને ચંડોર ગામમાં હાલ માર્ગ બનાવવાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. પરંતુ આ બંને ગામને જોડતા માર્ગ વચ્ચે કેટલાક લોકોએ અડચણ ઉભું કરતા કામગીરી અટકી ગઇ છે. કોઇપણ અધિકાર વગર આ કામગીરી અટકાવવામાં આવી છે તેમ જાણવા મળ્યું છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વાપીના નામધા અને ચંડોર ગામમાં અંતરિયાળ વિસ્તારોને એકબીજાથી જોડવા માટે થોડા સમય પહેલા જ કામગીરી હાથ ધરાઇ હતી.ચીકુવાડીથી નામધા તેમજ ચંડોર ગામને મુખ્ય માર્ગથી જોડવા માટે હાલ ડામર રોડ બનાવી ગ્રામજનોને સુવિધા પૂરી પાડવામાં આવશે. જોકે આ વચ્ચે નામધા અને ચંડોર ગામને અંદરથી જોડતા માર્ગ પર કામગીરી કરતી વખતે આમલ ફળિયામાં કેટલાક લોકોએ આ કામ અટકાવી દીધું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી આ માર્ગોને બનાવવા નિર્ણય લેવાયો હતો. પરંતુ આમલ ફળિયામાં કેટલાક લોકો બંને બાજુ માર્ગ બની જવા છતાં વચ્ચે માર્ગ બનવાની કામગીરીને અટકાવી દેતા તેના પર ગ્રહણ લાગી ગયું હોય સક્ષમ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઇ કામ અટકાવતા ઇસમો સામે કાર્યવાહી કરવાની જરૂર છે.

