વાંસદા: સવારના 7:45 વાગ્યાના આજુ બાજુ વાંસદના ભિનાર સર્કલ પાસે સ્વિફ્ટ કાર અને યુનિકોર્ન બાઇક વચ્ચે સામ સામે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં બાઇક ચાલકને હાલમાં વાંસદા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે.
Decision News ને સૂત્ર સ્નેહલ પટેલ પાસેથી મળેલી માહિતી મુજબ વાંસદના ભિનાર સર્કલ પાસે અનાવલ બાજુથી આવતી GJ-26-A-5881 નબરની સ્વિફ્ટ કાર અને ભિનાર બાજુથી આવતી GJ-21-AL-1432 નબરની યુનિકોર્ન બાઇક વચ્ચે સામ સામે અકસ્માતની ઘટના બની છે જેમાં બાઇક ચાલક પુર્ણા ગામ મહુવા તાલુકાનાં સુધીરભાઈ હોવાનું જણાયું છે જેઓ ઉમરકુઇ ગામમાં એગ્રો ચલાવે છે જ્યારે સ્વિફ્ટ કાર ચાલક વ્યારાનો હોવાનું બહાર આવ્યું છે.
હાલમાં સ્વિફ્ટ ડિઝાયર કાર ચાલક મોબાઈલ ફોન ઉપર વાત કરતો પૂર સ્પીડમાં કાર હંકારી રહ્યા હતો..એવું ઘટના સ્થળ પર હાજર લોકોનું કહે છે. બાઇક ચાલકને ગંભીર ઇજા થવા પામી હોવાથી તેની સ્થિતિ ગંભીર છે. હાલ 108 ની મદદથી તેને સારવાર માટે વાંસદા સિવિલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

