કપરાડા: કપરાડાની મૃતક સગર્ભા મહિલાને મેડિકલ સ્ટોર સંચાલકે પ્રિસ્ક્રિપશન વિના જ દવા આપી અને ગર્ભપાતની ગોળી લીધા બાદ વધારે પડતા રક્તસાર અને દુઃખાવાથી કંટાળી કૂવામાં કૂદી આપધાત કર્યોની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ કપરાડાના ધોટવળ મૂળગામ ફળિયામાં રહેતા દિલીપભાઈ સીતાભાઈ ભંવર અને તેમની પત્ની કમળબેનને પુત્રી મહેક ઉ.વ. 2 નાનું સંતાન હતું. એવામાં કમળબેન કરી ગર્ભવતી બની હતી તેવા સંજોગોમાં બંનેની આપસી સહમાંતથા બાળક ને તોનવીનું નક્કી કર્યું હતું અને પતિ દિલીપે કપરાડાના એક મેડિકલ સ્ટોરમાંથી ગાર્ભપાતની દવા લાવી પત્નીને પીવડાવી હતી. જેના કારણે અસહ્ય દુખાવો સહન ન થતા અંતે તેણીએ કૂવામાં કૂદીને મરવા મજબુર બની હતી.
આ બનાવમાં પતિ દિલીપે કપરાડા પોલીસને જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્ટાન વગર મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લાવ્યો હતો તેમ છતાં મેડિકલ સ્ટોર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળે છે. વધુમાં કપરાડા વિસ્તારમાં સૌથી વધારે નાની ઉંમરે પ્રેગ્નન્સીના કેસો નોંધાયા છે. તેવામાં મેડિકલ સ્ટોર સંચાલક જેઓ કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર જ આડેપડ દવાનું વેચાણ કરી રહ્યા છે. અહીંના લોકોને લૂંટી રહ્યા છે કેટલાક મેડિકલ સ્ટોરવાળા પાસે તો જરૂરી લાયસન્સ પણ નથી તેમ છતાં દવાનું વેચાણ કરી રહ્યા છે. વધુમાં અહીં થણા મેડિકલ સ્ટોર એક જ લાયસન્સ પર બેથી ત્રણ દુકાનો ચલાવી રહ્યા છે. આ બાબતે કપરાડા આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગી કાર્યવાહી કરે એ જરૂરી છે.

