દમણ: દમણના રીંગણવાળા વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે. નવા રસ્તાના નિર્માણ દરમિયાન JCB મશીનથી ગેસ લાઈનમાં ભંગાણ પડયું હતું. આ દુર્ઘટનામાં ગેસ લાઈનમાંથી લીકેજ થતાં આગ ભભૂકી ઊઠી હતી.આગની જવાળાઓ 15થી 20 ફૂટ સુધી ઊંચે ઊઠી હતી અને JCB મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગેસ લાઈનમાં ભંગાણ પડવાથી લાગેલી આગને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તા ખોદકામ કરતી એજન્સીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે.
આ પહેલા પણ પાણીની પાઈપલાઈન, કેબલ, ફાઈબર અને ગેસ લાઈનને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બન્યા છે.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને ગેસ લાઈનની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

