આ જે તસવીર તમે જોઈ રહ્યા છો કદાચ તમને સામાન્ય તસવીર લાગતી હશે પણ આ મારા નજરમાં સામાન્ય તસવીર નથી આ દાદાના જીવન ઉપર બે શબ્દો લખતા પહેલા હું પોતાના પર ગર્વ કરું અનુભવી રહ્યો કે મારા સમાજમાં હજુ પણ આવા વડીલો છે.
આ એ પેઢી છે જે આવનારી પેઢીઓ છે એમને નહીં જોવા મળે કેમ કે સમયના સાથે એટલો મોટો બદલાવ થઈ ગયો છે કે આપણા પહેરવેશો આપણી બોલી આપણા રીત રિવાજો આપણી રૂઢિ પરંપરા આપણે બધું જ ભૂલી ચાલ્યા છે અને એક આ પેઢી છે જેમણે આજ દિન સુધી પોતાના પહેરવેશ પોતાની બોલી અને પોતાની પરંપરા સાથે એમના જીવનમાં ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય કેવું રહશે એનો પણ અનુભવ કરી જ લીધો છે સમયના સાથે બદલાવો જરૂરી છે પણ એટલું પણ ન બદલાવવું જોઈએ કે આપણું અસ્તિત્વ આપણી ઓળખ જ મિટાવી દઈએ આ એ પેઢી છે જેમણે આજ દિન સુધી નિસ્વાર્થ ભાવે સરળ સ્વભાવ રાખીને લગ્ન વિધિ, મરણ વિધિ,બારમાં વિધિ ગામદેવી પૂજા, હોળી, દિવાળી જેવા તહેવારો અને રૂઢિ પ્રથા જેવા તમામ પ્રકારની રીતિ રિવાજ પરંપરા નીભાવી છે અને હજુ પણ નિભાવી રહ્યા છે
આ એ પેઢી છે જે પોતાના પૂર્વજો અને પોતાના કુળદેવી કુળદેવો ને કઈ રીતે રાજી કરવા કેવી રીતે પૂજવું એ જાણે છે આ એ પેઢી છે જે સાથે બાળકો સાથે બાળક બની કઈ રીતે વ્યવહાર કરવો યુવાનો સાથે યુવાન બનીને વ્યવહાર કેવી રીતે કરવો અને વડીલો સાથે વ્યવહાર કેવી રીતે કરવો એ જાણે છે ખરેખર હજુ પણ આપણા પણ સમય છે કે આમના સાથે સમય વિતાવ્યે અને આમના પરથી કંઈક ને કંઈક શીખયે અને જાણીએ નહીં તો જે કંઈ પણ થોડું હજી બાકી રહ્યું છે એ પણ ભુલાઈ જશે એટલા માટે હું કહી રહ્યો છું કે આપણા જીવનમાં એટલો બધો બદલાવ આવ્યો છે કે આપણે આપણી બોલી બોલવા માટે શરમાતા હોઈએ છીએ આપણા પહેરવેશો બદલી નાખ્યા છે અને આપણી રૂઢિપ્રથા પરંપરાઓ વિશે તો જાણતા જ નથી આપણા બાળકોને નાનપણથી ગુજરાતી હિન્દી અને ઇંગલિશ શીખવવામાં આપણે વ્યસ્ત છે સમયના સાથે શીખવવું જરૂરી છે પણ આપણા બાળકોને આપણી બોલી શીખવવું પણ એટલો જ જરૂરી છે પણ ના શીખવવામાં શરમ અનુભવીએ છે કેટલાક લોકોને આ વાત ખરાબ પણ લાગશે પણ હકીકત આજના સમયમાં આ જ છે
જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ઘણા બધા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે અત્યારના સમયમાં તમારે પુરાવા રજૂ કરવા હોય તમે જાતિનો દાખલો કઢાવવા જાવ તો ઘણા પ્રકારના પુરાવા માંગે છે પાંચ પેઢીઓનું નામ માંગવામાં આવે છે અને આવનારા સમયમાં જો આપણે એક આદિવાસી તરીકે સાબિત કરવું પડશે તો કદાચ પહેરવેશ પોતાની બોલી અને પોતાની સંસ્કૃતિ રૂઢિપ્રથાઓ પણ બતાવી પડશે એવા સમય આપણે કશું જ સાબિત કરી શકીશું ખરા? એટલે જેમના પણ ગામના આવા જુના અને જાણીતા વડીલો હોય તો જરૂર આપણે આમના પરથી કંઈક ને કંઈક શીખીએ અને આપણા બાળકોને પણ શીખવ્યે મારા આ બે શબ્દો કદાચ તમને ગમ્યા હોય તો આગળ પણ શેર કરજો
BY હેમંત વસાવા

