નવસારી: નવસારી નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા બોરિયાચ ટોલનાકા પર ફરી એકવાર ટોલટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર માસમાં 70 ટકા જેટલો તોતિંગ વધારો કર્યા બાદ હવે ફરી વધારો કરવામાં આવ્યો છે. આગામી 1 એપ્રિલથી અમલમાં આવનારા નવા દર મુજબ, લાઈટ મોટર વ્હીકલ માટે હવે 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવા પડશે.

Decision News ને મળેલી માહિતી અનુસાર કોમર્શિયલ વ્હીકલ માટે 190ની જગ્યાએ 195 રૂપિયા વસ લવામાં આવશે. બસ અને ટ્રક માટે 395ની જગ્યાએ 410 રૂપિયા ચૂકવવાના રહેશે. મલ્ટીએક્સલ વાહનો માટે હવે 620ની જગ્યાએ 640 રૂપિયા અને મોટા વાહનો માટે 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવાયેલા આ નિર્ણયની અસર ટોલનાકાથી રોજ પસાર થતા લગભગ 30 હજાર વાહનોને થશે.

મલ્ટીએક્સલ વાહનો માટે હવે 620ની જગ્યાએ 640 રૂપિયા અને મોટા વાહનો માટે 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવાયેલા આ નિર્ણયની અસર ટોલનાકાથી રોજ પસાર થતા લગભગ 30 હજાર વાહનોને થશે.