ભત્રીજાએ જ કાકી પર નજર બગાડી તેના પર બે વખત દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી. બાદમાં કાકીનું માથું છૂંદી, ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાની ચકચારી ઘટના કપરાડામાંથી પ્રકાશમાં આવી છે.
કપરાડા: ગતરોજ કપરાડાના રોહિયાળ જંગલ ગામના છેવાડે થોડા દિવસ પહેલા એક મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા કપરાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શખ્સની ધરપકડ કરી હતી. તેની આકરી પૂછપરછ કરતા આરોપી મૃતક મહિલાનો ભત્રીજો નીકળ્યો હતો. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, પોતે જ તેની કાકી પર બે વખત દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. ગણતરીના સમયમાં જ આરોપી ઝડપાઈ ગયો હતો
Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ભગુ દોધારે એકલતાનો લાભ લઇ ઘરમાં જ પોતાની કાકી તાઈબેન પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ ફરી એકવાર દુષ્કર્મ કર્યું હતું. તાઈબેન આ વાત ગામમાં કહી ન દે તેવો ડર રાખીને ભગુ દોધારે મહિલાનું ગળું દબાવી અને માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હતી તથા મૃતદેહ કોતરમાં ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

