અંકલેશ્વર: અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે બે બાળકોની માતા ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મહિલાનો આપઘાત પાછળ કારણ અકબંધ રહ્યું છે. પતિ નોકરી પર ગયા બાદ ઘર માં રહેલ પંખા ના હુક માં ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર અંકલેશ્વર ના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં રહેતા અને બે બાળકોની માતા 35 વર્ષીથ મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે સીલીંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ ઘટના અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ઘરી છે.
મૃતક મહિલા ભાવનાબહેન ઉમંગ તડવી હોવાનુંજાણવા મળ્યું હતું ત્યારે મહિલા ના આપઘાત પાછળ ના કારણ હજુ સ્પષ્ટ થયું નથી જે અંગે પોલીસ દ્વારા તેના પતિ તેમજ પરિજનોની પૂછપરછ શરુ કરી હતી. મહિલા એ અંતિમવાદી પગલું ભરતા 2 બાળકો એ માતાની મમતા ગુમાવી છે.અંકલેશ્વર ના ગડખોલ ગામ ખાતે બે બાળકોની માતા ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. મહિલાનો આપઘાત પાછળ કારણ અકબંધ રહ્યું છે.

