ધરમપુર: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આજે ગરમીમાં અંશે રાહત મળશે. વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાશે. કપરાડા તાલુકામાં 35 ડિગ્રી તાપમાન રહેશે. ગઈકાલની સરખામણીમાં ધરમપુરમાં 2 ડિગ્રી અને કપરાડામાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વલસાડ, વાપી અને પારડીમાં પણ 1 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. ઉમરગામ તાલુકામાં તાપમાન યથાવત રહેશે.
- જિલ્લાના તમામ તાલુકાનું તાપમાન
વલસાડ અને પારડી: લઘુતમ 22, મહત્તમ 33 ડિગ્રી
વાપી: લઘુતમ 22, મહત્તમ 34 ડિગ્રી
ઉમરગામ: લઘુતમ 22, મહત્તમ 32 ડિગ્રી
ધરમપુર: લઘુતમ 20, મહત્તમ 36 ડિગ્રી
કપરાડા: લઘુતમ 19, મહત્તમ 35 ડિગ્રી
વહીવટી તંત્રએ બપોરે 12થી 5 દરમ્યાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે. લોકોને ઠંડા પાણી, છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORS વાળા પાણીનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે. આખી બાંયના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. પશુપાલકોને પશુ-પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે.

