કપરાડા: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર-11 એથલેટિક્સ મીટ સીઝન 3.0 માં કપરાડા ની પાનસ ડિફેન્સ એકેડેમી અને પી.એન.સી. પબ્લિક સ્કૂલના વિધાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું.
Decision news ને મળેલી માહિતી મુજબ વડોદરામાં 10 ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાયેલ અંડર-9 (60M દૌડ) સ્પર્ધામાં કાકડકોપર ગામના માજી સૈનિક સુરેશભાઈ ચૌધરીની દીકરી કુ. સ્વરા ચૌધરીએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી કપરાડા અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું. તેમજ કુ. જિયા ગુલાબભાઈ ચૌધરીએ ખેલ મહાકુંભ U-14 (100M) દૌડમાં દ્વિતીય ક્રમાંક મેળવી આદરશ પ્રદાન કર્યો. આ સફળતાએ માત્ર તેમના પરિવાર અને શાળાનું ગૌરવ જ વધાર્યું નથી, પરંતુ સમગ્ર જિલ્લાને પણ ગર્વ અપાવ્યું છે.
આ પ્રસંગે પી.એન.સી. પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી હનુમાન મુંઢે, સંજય ચૌધરી, પાનસ ડિફેન્સ એકેડેમીના ફિઝિકલ ઇન્સ્પેક્ટર સુરેશભાઈ ચૌધરી, રામુભાઈ ભડાગી, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકવર્ગે વિજેતાઓને ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

