સાવલી: બે દિવસ પહેલાં જ સાવલી કનોડા ગામ મહિસાગર નદીના કિનારે બાઇક પાર્ક કરીને નદીમાં કૂદી પડેલા યુવક યુવતીનો મૃતદેહ ત્રણ દિવસ પછી NDRF ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સગીર પ્રેમી યુગલે ગયા શનિવારે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પાણીના ભારે પ્રવાહમાં વહી ગયેલા ગુમ થયેલા છોકરા અને છોકરીનો કોઈ પત્તો ન લાગતાં NDRFની પણ મદદ લેવામાં આવી હતી.નજીકના ગામમાં રહેતા અને એક જ શાળામાં અભ્યાસ કરતા બે પ્રેમીઓ, એક છોકરો અને એક છોકરીએ મહી નદીમાં કૂદી પડવાની ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

ઘટનાના ત્રીજા દિવસે સોમવારે બપોરે NDRF ટીમ દ્વારા સગીર પ્રેમીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાનું મુખ્ય કારણ શું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ તપાસમાં એક્કી સાથે બે જણના આપઘાત પાછળનું રહસ્ય સામે આવશે એવું લોકો શું જણાવી રહ્યા છે.