હાંસોટ: તાલુકાના વમલેશ્ચર ગામે ખેડૂતોના ખેતરમાં કોઈને પુછયા વિના મોડી રાત્રે બોમ્બ ફોડી ONGC ના કોન્ટ્રાક્ટરે મોટા ખાડાઓ પાડી ભારે નુકશાન કરતાં વમલેશ્ચરના 50 જેટલા ખેડૂતો આજે હાંસોટ મામલતદાર કચેરીએ ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
હાંસોટ તાલુકાના વમલેશ્ચર ગામે ONGCની બોમ્બ ફોર્ટી ખેડૂતોના ખેતરમાં મોડી રાત્રે આવી મોટ મસ ખાડાઓ પાડતાં ભારે નુકશાન થવા પામ્યું. હાંસોટ તાલુકાના વમલેશ્ચર ગામે ખેડૂતોના ખેતરમાં કોઈને પુછયા વિના મોડી રાત્રે બોમ્બ ફોડી ONGC ના કોન્ટ્રાક્ટરે મોટા ખાડાઓ પાડી ભારે નુકશાન કરતાં વમલેશ્ચરના 50 જેટલા ખેડૂતો આજે હાંસોટ મામલતદાર કચેરી એ ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ વાતની જાણ કોન્ટ્રાક્ટર પડતાં તાબડતોડ મામલતદાર કચેરી ખાતે દોડી આવેલ અને ખેડૂતો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ખેડૂતો એ સમાઘાન ની વાત ને ફગાવી દીઘી હતી
ખેડૂત આગેવાન સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આ લોકોએ હજુ ગયે વર્ષે જે ખાડા પાડેલા તેનું પણ વળતર હજુ સુઘી ચુકવ્યું નથી. ઉપરાંત તેઓએ પોલીસ પાસે જઈને પણ અમને ઘમકાવવાનો પ્રયાસ કરેલ હતો. તેના અઘિકારીઓ પાસે કોઈ ઘારાઘોરણ પણ હતું નહી. આથી અમે તમામ ખેડુતો તેઓને અમારા ખેતરમાં કામ કરવા દેશુ નહી. મામલતદાર હાંસોટ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી ખેડુતોને કોઈ અન્યાય ન થાય તે રીતે તેમની સંમતિ લઈ ગામના તલાટી ને રૂબરૂ રાખી ને કામ કરવાની સૂચના આપી હતી..

