વાપી: વાપીમાં ડુંગરી ફળિયા ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવા માટે પ્રયાસ કર્યા છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ડુંગરા ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા અનેક ભંગારના ગોડાઉનમાં સમયાંતરે આગની ઘટના બની રહી છે આજે મોડી સાંજે હિના પ્લાસ્ટિક નામના ગોડાઉનમાં કોઈ કારણસર ભીષણ આગ પકડી લીધી હતી જેને પગલે આકાશમાં ઊંચે સુધી ધુમાડા જોવા મળ્યા હતા આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને થતા વાપી જીઆઇડીસી નોટિફાઇડ વાપી નગરપાલિકા તેમજ દમણ ગંગા વિસ્તારના ફાયર ફાઇટર ઓડી કુલ ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો.

નોંધનીય છે કે આ અગાઉ પણ ડુંગરા ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની ચૂકી છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ ભંગારના ગોડાઉનમાં ચાલતી પ્રવૃત્તિઓને નાતવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.