અંકલેશ્વર: GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મહામહેનતે કાબુ મેળવ્યો હતો.અંકલેશ્વર GIDCમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નિકળતા દોડધામ 4 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ જોવા મળતા લોકટોળા ઉમટી પડયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે સેફટી હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે.

