વલસાડ: આજરોજ વલસાડ ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું વલસાડ ખાતે જનસંપર્ક કાર્યાલય નું સાસદશ્રી ધવલભાઈ પટેલની વ્હાલી દિકરી શ્રીજા પટેલના શુભ હસ્તે કુંભ ધડો મુકી વિધિવત રીતે પુજા અર્ચના કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
લોકસભા નું સત્ર ચાલતુ હોવાથી આવનારા ટુંકા દિવસોમાં સત્ર સમાપ્તિ થયા બાદ વલસાડ ડાંગના સંગઠન આગેવાનો, કાર્યકર્તાઓ, વલસાડ ડાંગની જાહેર જનતા સાથે મુલાકાત માટે સૌને જાણ કરવામાં આવશે. આ પ્રસંગે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી અમીષભાઈ પટેલ, શ્રી ધૃવિનભાઈ પટેલ, શ્રી આશીષભાઈ દેસાઈ માહિર પંચાલ, સહિત શુભેચ્છકો તથા પરિવારના સભ્યોએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.