ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના કાકડવેલ ગામે સરપંચ નટુભાઈ પટેલ, ઉપસરપંચ નિલેશભાઈ પટેલ,રણજિતભાઈ પટેલ,હિરક પટેલ સહિતના આગેવાનો દ્વારા 3 દિવસીય બિરસા મુંડા રાત્રી પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું જેનું ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ ટુર્નામેન્ટમાં 50 થી વધારે ટીમોએ ભાગ લીધો જેમાં માંડવખડકના વિમલની ટીમ વિજેતા બની અને કાકડવેલની હિરક પટેલની ટીમ રનર્સ અપ બની હતી. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, યુવા ટાયગર સેના અઘ્યક્ષ મનીષ શેઠ, સરીગામના યુવા આગેવાન મનીષભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ભીખુદાદા દ્વારા કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મનીષ શેઠે યુવાનોને સંદેશો આપતાં જણાવેલ કે ક્રિકેટમા જે રીતે એકતા દેખાડો છો તે જ રીતે સમાજ અને દેશની લડતમાં સાથ આપજો.તમે મેળામાં કે ક્રિકેટ રમવા જાવ છો ત્યારે 20-50 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જાવ છો તો એ જ રીતે સમાજના કાર્યક્રમમા પણ 20-50 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને જાવ.જે દિવસે સામાજિક જનજાગૃતિ આવી જશે તે દિવસે સમાજને કોઈપણ અન્યાય કરી શકશે નહિ.