ઝઘડિયા: રિસર્ચ ફાઈન્ડિંગ શેરિંગ વર્કશોપ ડાયટ ભરૂચ દ્વારા તારીખ 13 -11-2024 ને બુધવારના રોજ વનચેતના કેન્દ્ર ગુમાનદેવ મુકામે ભરૂચ જિલ્લાના નવ તાલુકાના પસંદિત દરેક તાલુકા દીઠ એક સી.આર.સી કોર્ડીનેટર એક HTAT આચાર્ય એક પ્રાથમિક શિક્ષક અને પસંદિત શિક્ષકો રિસર્ચ ફાઇન્ડિંગ એન્ડ શેરીંગ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં આદરણીય પ્રાચાર્યા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના રેખાબેન સેંજલીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો 2023-24 અંતર્ગત થયેલા સંશોધનોમાં ક્રિયાત્મક સંશોધન,લઘુ સંશોધન, મેજર રિસર્ચ અંતર્ગત તારણોની ચર્ચા કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદિપસિંહ રાણા દ્વારા પ્રેરક ઉદ્બબોધન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી મહેશભાઈ પરીખ સાહેબ દ્વારા તારણોની ચર્ચા કરવામાં આવી. આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ડોક્ટર રીતેશ પરમાર, મુકેશભાઈ વસાવા આસિસ્ટન્ટ શિક્ષક દરિયા પ્રાથમિક શાળા, ભાવનાબેન પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

સમગ્ર રિસર્ચ ફાઇન્ડિંગ એન્ડ શેરીંગ વર્કશોપનું સંચાલન અને આયોજન શ્રી ભીખાભાઈ પટેલ આચાર્યશ્રી ખરચી પ્રાથમિક શાળા અને વર્ગ કન્વીનર લાઇઝન ઓફિસર ઝઘડિયાના શ્રી દિનેશભાઈ ભાભોર સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.