સુરખાઈ: આજના સ્પર્ધાના સમયગાળામા દરેક યુવક-યુવતીઓને સરકારી નોકરી મળે તે શક્ય નથી,અને ઘણા યુવાનો પોતાની જુવાનીનો કિંમતી સમયગાળો સરકારી નોકરી મેળવવાની લ્હાયમાં વેડફી નાંખે છે.આથી ગરીબ અને મધ્યમવર્ગીય આદિવાસી પરિવારના યુવક-યુવતિઓ નાની ઉંમરમાં પગભર બનીને આગળ આવે તે માટે ત્રિદિવસીય વ્યાપારમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ભવ્ય સમાપન થયું છે.

આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં ફર્નિચર, બાઈક, ખેતીવાડીના સાધનો, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ફૂડ, મહેંદી, વારલી ચિત્રકલા, કાપડ, મિનરલ વોટર, મેડિકલ સાધનો 208 જેટલાં સ્ટોલ નોંધાયા જેમાં 45 જેટલાં નાગલીના મોહનથાળ, સુખડી, રોટલી તેમજ વાલ-ચણાનું બાફલું, પાત્રા, ઢીકળા સહિત વિવિધ સ્વાદિષ્ટ ખાનાખજાનાની દુકાનોનો સમાવેશ થતો હતો. આ ટ્રેડ ફેરમાં 2 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી.

આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાના મનમાં છેલ્લા 1 વર્ષથી આદિવાસી યુવાનો-યુવતિઓ માટે ધંધો-રોજગાર મળી રહે એ પ્રકારનું આયોજન ચાલી રહેલ હતું, પરંતુ કોઈકને કોઈક કારણોસર આ આયોજન અટકી જતું હતું, પરંતુ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબાના અઘ્યક્ષ નિલમભાઈ પટેલ, સ્પર્શ ટ્રસ્ટના બિપીનભાઈ ચૌધરી અને આદિવાસી વિકાસ ક્રેડિટ સોસાયટીના ચેરમેન કમલેશભાઈ દ્વારા આ પ્રોજેક્ટ હાથમા લઇ ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી, તેમજ સ્થાનિક સામાજિક આગેવાનો અને રાજકીય તમામ પક્ષના નેતાઓ, પત્રકારો, મંડપ-લાઈટ ડેકોરેશન, સાંસ્કૃતિક સમિતિ, રસોઈ-પ્રચાર-પ્રસાર સમિતિ, ડોકટરો-એન્જીનીયરો-સામાજિક દાતાઓ દ્વારા મળીને કાર્યક્રમને સફળ બનાવવા માટે પાયાના કાર્યકર્તાઓ સાથે મળીને છેલ્લા 1 મહિનાથી રાતદિવસ મહેનત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની સફળતા જોઈને ખુબ જ આનંદ થાય છે અને આવતા વર્ષે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આનાથી પણ ભવ્ય આયોજન થાય એવી અપેક્ષા રાખું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.ચેતનભાઈ પટેલ, ડો.એ.જી.પટેલ, ડો. નીતિનભાઈ પટેલ, ધનસુખભાઇ એમ પટેલ, ઠાકોરભાઈ પટેલ, ઉત્તમભાઈ, અશોકભાઈ, સંજયભાઈ, ધનસુખભાઈ ઝેડ પટેલ, હિતેષભાઇ હિતુ, મુકેશભાઈ, ઉર્વશીબેન, ડિમ્પલબેન, ડો.જયાબેન, વિલાસબેન, મિત્રાંશુ, કેશવભાઈ, વિજયભાઈ, અમૃતભાઈ, હેમંતભાઈ, મુકેશભાઈ, ભાવિક, ધર્મેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, ચંદ્રકાન્તભાઈ, અરુણભાઈ, ધનંજયભાઈ સહિતના અનેક નામી-અનામિ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

BY ડો. નિરવ પટેલ