ઝઘડિયા: મહેશભાઈ છોટુભાઈ વસાવા ગત લોકસભાની ચૂંટણીમાં પોતાના કાર્યકરો અને સામાજિક આગેવાનો સાથે ભાજપમાં જોડાયા હતા અને હાલમાં પણ ભાજપના સક્રિય સભ્ય છે એવો હવાલો આપતા જણાવ્યું હતું કે હું સત્ય સનાતની શ્રીરામ અને હનુમાન દાદાના ભક્ત છું અને શકુરિયા પઠાણી ગેંગ જેવા અમુક અસમાજિક તત્વોને સબક શીખવાડવા માટે હિન્દુ સનાતની બનવું પડશે તો બનીશું.

Decision News ને મળેલી માહિતી મુજબ મહેશભાઇ વસાવાએ ૧૫ નવેમ્બરના રોજ નેત્રંગ ખાતે યોજાનાર બિરસા મુંડા જયંતિ પહેલા જ નિવેદન આપતા જણાવ્યું હતું કે દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવા ને સલાહ આપતા કહ્યું હતું કે બળાત્કારી, ખૂની અને વિધવા બાઈની ૧૪૦ એકર જમીન પચાવી પાડવા વાળા લોકોથી દૂર રહે અને સામાજિક લડતમાં અમે પુરો સાથ સહકાર આપવા હંમેશાં તૈયાર છે પરંતુ આવા અબ્દુલ ગની શકુર પઠાણ જેવા લોકોથી ચેતવાની જરૂર છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષો પહેલાં અમુક અબ્દુલ ગની શકુર પઠાણ જેવા અસમાજિક તત્વોએ મોહન નરસિંહ, અમરસિંહ કોટેસિંગ, નારસિંગ અનુપ, મોતી સિંહ જેવા લોકોના ભૂતકાળમાં ખૂનો કરવામાં આવ્યા છે અને આદિવાસી છોકરીઓ સાથે બળાત્કારો કરવામાં આવ્યા છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. આવા અબ્દુલ ગની શકુરિયા પઠાણી ગેંગના લોકોએ ભૂતકાળમાં જંગલો કાપીને સાફ કરી નાખ્યા હતા અને એમની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરવાવાળા કેટલાંય લોકોને કોલસો પાડતા હતા એ ભઠ્ઠીમાં નાખીને ઓગાળી દીધા છે. જ્યારે છોટુભાઈ વસાવાએ આ અત્યાચારો જુલમો અટકાવવા અને જંગલો નો નાશ થતો અટકાવવા અવાજ ઉઠાવતા એમને પણ બોમ્બથી ઉડાવી દેવાની સાજીશ રચવામાં આવી હતી. જેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here