કપરાડા: ગતરોજ મોદી રાત્રી દરમિયાન કપરાડાના કુંભ ઘાટ પર એક ખાનગી લક્ઝરી બસે પલટી મારી જતા બસમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા હતા તેમને કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.
Decision News દ્વારા સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્ત મુસાફરો સાથે કરેલી વાતચીત અનુસાર મોડી રાતે મહારાષ્ટ્રથી સુરત તરફ જઈ રહી હતી ત્યારે કપરાડાના કુંભઘાટ પાસે ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી અને બસમાં સવાર 30 મુસાફરોને ઇજાઓ પહોંચી છે. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. બસમાંથી મુસાફરોની બૂમાં-બુમ ચાલુ થઇ જતા ઘટના સ્થળ પર અફર તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો
આ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ અને સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને ઘાયલ મુસાફરોને સારવાર હેઠળ ખસેડવામાં મદદરૂપ બન્યા હતા. નસીબજોગે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર હજુ સુધી Decision News ને મળ્યા નથી બધા મુસાફરોની સ્થિતિ બહેતર તરફની છે.











